શેરમાર્કેટ : સેન્સેક્સ 468 અંક ઘટ્યો,

શેરમાર્કેટ : સેન્સેક્સ 468 અંક ઘટ્યો,

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9.47 કલાકે સેન્સેક્સ 468 અંક ઘટી 48712 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 134 અંક ઘટી 14415 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, SBI, HCL ટેક, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.89 ટકા ઘટી 941.55 પર બંધ થયો હતો. કોટક મહિન્દ્રા 1.66 ટકા ઘટીને 1752.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ONGC, ડો.રેડ્ડી લેબ્સ, લાર્સન, એશિયન પેઈન્ટ્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ONGC 0.95 ટકા વધી 105.75 પર કારોબાર કરી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 0.23 ટકા વધી 4361.25 પર કારોબાર કરી રહ્યો છે.