જિલ્લા કલેક્ટરશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં યુવાન દ્વારા પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન

જિલ્લા કલેક્ટરશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં યુવાન દ્વારા પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન

જિલ્લા કલેક્ટરશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં યુવાન દ્વારા પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન


વર્ષમાં એક વખત આવતો પોતાનો જન્મદિવસ લોકો કેટકેટલી રીતે ઉજવે છે, ત્યાં ગોધરા શહેરના એક યુવાન નામે નિતેશ ચેતનદાસ ગંગારામાણીએ પોતાનો જન્મદિવસ 23મી જાન્યુઆરી કંઈક અલગ રીતે ઉજવવાની નક્કી કર્યું.

વ્યવસાયે ખાનગી શિક્ષક, 31 વર્ષીય નિતેશભાઈએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મદદથી અમી આરકેડ, બસ સ્ટેન્ડ સામે, ગોધરા ખાતે સૌપ્રથમ વખત એક રક્તદાન શિબિરનું આયોજન ગત 23મી જાન્યુઆરીના રોજ કર્યું, જેના ફળસ્વરૂપે 42 યુનિટનું રક્તદાન એકત્રિત કરાયું હતું. માનવતાના આ મહાયજ્ઞમાં ભાગ લેનારા રક્તદાતાઓને આયોજક દ્વારા "આદર્શ પરિવાર" નામક એક સુંદર પુસ્તક તથા 3-3 નોટબુકોનું પણ ભેટ સ્વરૂપે વિતરણ કરીને, એક તરફ રક્તદાન, તો બીજી તરફ સમાજઘડતરમાં શિક્ષણના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આવી સુંદર પહેલને બિરદાવવા પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા પણ સ્થળ પર પહોંચ્યા અને જણાવ્યું હતું કે સમાજના લોકો પોતાના જન્મદિવસ તથા અન્ય શુભ પ્રસંગે રક્તદાન શિબિરનું વધુમાં વધુ આયોજન કરે, જે માટે રેડ ક્રોસ દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે નાનકડાં સુંદર ડેકોરેશન તથા કેકની વ્યવસ્થા કરી, તેનું સન્માન પણ કરવામાં આવે છે.

સ્ટોરી બાય - નીતેશ સામતાણી સાથે અશોક સામતાણી,ગોધરા પંચમહાલ